VIDEO: રોડ પર મજૂરો સાથે ક્રિકેટ રમતા દેખાયા સચિન તેંડુલકરે, જોતા જ રહ્યા લોકો

Continues below advertisement
મુંબઈ: વિશ્વમાં ‘ક્રિકેટના ભગવાન’ ગણાતા સચિન તેંડુલકરનો આ અંદાજ ભાગ્યે જ તમે પહેલા કદી જોયો હશે. 4 વર્ષ પહેલાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં કરિયરની 200મી ટેસ્ટ મેચ રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ છોડા વર્ષો સુધી IPLમાં રમતા દેખાયા. જો કે સામાન્ય લોકો સાથે મુંબઈની ગલીઓમાં ક્રિકેટ રમતાં દેખાશે એવું કોઈએ કદી નહીં વિચાર્યું હોય.

સોશિયલ મીડિયા પર સચિન તેંડુલકરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે મુંબઈની ગલીમાં મુંબઈ મેટ્રોની કન્સ્ટ્રક્શન સાઈટ પાસે છોકરાઓ સાથે ક્રિકેટ રમી રહ્યા છે. સચિને મુંબઈની જ ગલીઓમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. અને એકવાર ફરી તે એ જ રૂપમાં જોવા મળ્યા. સચિને દુનિયાના શ્રેષ્ઠ મેદાન અને પિચ પર ક્રિકેટ રમી છે, પણ આ બાળકોને રમતાં જોઈને પોતાને બેટિંગ કરતા ન રોકી શક્યા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram