Video: ગુસ્સે થયેલા સૈફ અલી ખાને ડ્રાઈવરની કાઢી ઝાટકણી, કહ્યું- કાચ ઉપર કર, બાકી.....

Continues below advertisement
જોધપુરઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાને પોતાના ડ્રાઈવર સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. આ ઘટના ત્યારે થઈ હતી જ્યારે તે બુધવારના રોજ એરપોર્ટ પહોંચ્યો હતો. અહિ એરપોર્ટની બહાર તેણે ડ્રાઈવર સાથે અત્યંત ખરાબ રીતે વાત કરી હતી. જે ઘટના કેમેરામાં કેદ થઇ હતી. હકીકતમાં ગુરૂવારે જોધપુર કોર્ટમાં કાળિયારના શિકાર કેસમાં નિર્ણય આવવાનો છે. આ મામલામાં આરોપી સૈફ અલી ખાન, સલમાન ખાન શહેરમાં પહોંચી ગયા છે. જ્યારે એરપોર્ટની બહાર રિપોર્ટ્સ સૈફને સવાલ કરી રહ્યાં હતાં ત્યારે તેણે પોતાના ડ્રાઈવરને કહ્યું હતું કે,’કાચ ઉપર કર અને રિવર્સ લે બાકી એક પડશે..’
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram