સેકન્ડમાં બાળકીને ખેંચીને દરિયામાં લઇ ગયુું સીલ, વીડિયો જોઇ ચોંકી જશો
Continues below advertisement
નવી દિલ્હીઃ સમુદ્ર કિનારે દિવાલ બેસી સીલને બ્રેડના ટૂકડા ખવડાવવાનું એક બાળકીને મોંઘુ પડ્યું હતું. હાલમાં એક વીડિયો ખૂબ વાયરલ થયો છે જેમાં એક બાળકી સમુદ્રના પાણીમાં તરી રહેલું સીલ (સી લોયન) દિવાલ પર બેસેલી એક બાળકીને ખેંચીને દરિયામાં લઇ જતું જોવા મળી રહ્યું છે. જોકે, તરત જ ત્યાં બાજુમાં ઉભેલા એક વૃદ્ધે દરિયામાં છલાંગ લગાવી બાળકીનો જીવ બચાવ્યો હતો.
આ વીડિયો કેનેડાના વાનકુંવર સ્થિત સ્ટીવેસ્ટેન બંદરનો છે. અહીં પ્રવાસીઓ અનેકવાર સમુદ્રમાં માછલીઓને બ્રેડ ખવડાવવા માટે આવતા હોય છે. શનિવારે પણ અનેક પ્રવાસીઓ આવ્યા હતા. દરમિયાન એક બાળકી કિનારા પર બેસી સીલને જોવાનો આનંદ લઇ રહી હતી ત્યાં એક સીલે છલાંગ લગાવીને બાળકીને સમુદ્રમાં ખેંચી ગયું હતું. જોકે, ત્યાં હાજર એક વૃદ્ધે બાળકીને સીલ પાસેથી ખેંચી તેને બચાવી હતી.
Continues below advertisement