મુંબઇઃ સુરક્ષાકર્મીએ ચાલતી ટ્રેનમાંથી પડી ગયેલી પાંચ વર્ષની બાળકીનો બચાવ્યો જીવ, CCTVમાં ઘટના કેદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ મુંબઇના મહાલક્ષ્મી સ્ટેશન પર ચોંકાવનારી ઘટના બની હતી. વાસ્તવમાં પાંચ વર્ષની ઇજરા દિલશાનનો પરિવારમહાલક્ષ્મી સ્ટેશન પરથી બોરીવલી જઇ રહ્યો હતો. ત્યારે ઇજરાનો આખો પરિવાર ટ્રેન પર ચડી ગયો પરંતુ ઇજરા ટ્રેન પર ચઢી શકી નહી અને ટ્રેન ચાલવા લાગતા ઇજરાએ સમતુલન ગુમાવી દીધુ હતું પરંતુ ત્યાં ફરજ પર હાજર સુરક્ષાકર્મી સચિન પોલે સતર્કતા બતાવતા ઇજરાને બચાવી લીધી હતી. જો ઇજરા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઇ ગઇ હોત તો તેનો જીવ જઇ શકે તેમ હતો. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.