PM મોદીના મતક્ષેત્ર વારાણસીમાં બનશે બનાસ ડેરી: શંકર ચૌધરી

Continues below advertisement

ગાંધીનગર: બનાસડેરીના ચેરમેન અને રાજ્ય સરકારના મંત્રી શંકરભાઇ ચૌધરી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા.  શંકર ચૌધરીએ લખનઉ અને કાનપુરમાં બનાસ ડેરીના પ્લાન્ટની મુલાકાત કરી હતી. ગુજરાતની બનાસ ડેરી ના સહયોગ થી ઉત્તરપ્રદેશ સરકાર દૂધ ઉત્પાદન અને વેચાણ ના ગુજરાતના સહકારી મોડેલ પાર આગળ વધશે.  પ્રધાનમંત્રીના મતવિસ્તાર વારાણસી અને મુખ્યમંત્રીના મતવિસ્તાર ગોરખપુર ને કેન્દ્રસ્થાને રાખી બનાસ ડેરી અહીં શરૂ કરશે વિસ્તરણની કામગીરી. વારાણસીમાં પણ બનાસ ડેરીનો નવો પ્લાંટ બનાવાશે. આગામી એકાદ મહિનામાં અહીં મિલ્ક પ્રોક્યોરમેન્ટનું કાર્ય શરૂ થઈ જશે. આગામી આયોજનો અંગે ઉત્તરપ્રદેશના  મુખ્યમંત્રીઅને શંકર ચૌધરી વચ્ચે થઇ ચર્ચા. ત્રણ દિવસ પહેલાજ  શંકર ચૌધરી ગયા હતા ઉત્તરપ્રદેશ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram