ગાંધીનગરઃ વસંત વગડો ખાતે શંકરસિંહ-ગેહલોત વચ્ચે બેઠક શરૂ, જાણો કોને નથી રખાયા હાજર?
Continues below advertisement
ગાંધીનગરઃ શંકરસિંહ વાઘેલા મોડી રાત્રે વિદેશ પ્રવાસથી પરત ફરતાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત તેમને મળવા પહોંચ્યા છે. વસંત વગડો પહોંચેલા ગેહલોત અને શંકરસિંહ વચ્ચે અત્યારે બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં ફક્ત તે બે જ છે. આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા નથી. અશોક ગેહલોત વસંત વગડો ખાતે શંકરસિંહ સાથે ભોજન પણ લેવાના છે.
શંકરસિંહે મોડી રાત્રે જૂથના ધારાસભ્યો સાથે બેઠક કરી હતી. હવે જોવાનું એ રહે છે કે, અશોક ગેહલોત બેઠકમાં શું ચર્ચા કરે છે. નોંધનીય છે કે, કોંગ્રેસમાં આંતરીક વિખવાદ સપાટી પર આવ્યા પછી ગેહલોતે પોતાનો ગુજરાત પ્રવાસ લંબાવ્યો છે.
ગઈ કાલે અમદાવાદ કોંગ્રેસ પ્રમુખ ચિરાગ રાવલને હટાવીને અન્ય કોઈને પ્રમુખપદ આપવા માટે રજૂઆત થઈ હતી. બીજી તરફ કોંગ્રેસ કાર્યાલય ખાતે લાગેલા બેનરમાં શંકરસિંહનો ફોટો ન હોવાથી વિવાદ થયો હતો. આ વિવાદ વકરતા રાતોરાત પોસ્ટર બદલીને શંકરસિંહ સાથેનું પોસ્ટર લગાવવામાં આવ્યું હતું.