કોંગ્રેસના નારાજ ધારાસભ્યો સાથે બાપુની ગુપ્ત બેઠક, જાણો શું છે વિગત?
Continues below advertisement
અમદાવાદઃ આજે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાનો જન્મદિવસ છે. તેમના જન્મદિવસની ઉજવણી માટે ગાંધીનગર ટાઉન હોલ બહાર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા છે. થોડીવારમાં બાપુ પોતે કાર્યક્રમ સ્થળે પહોંચશે. જોકે, આ કાર્યક્રમ પહેલા અત્યારે કોંગ્રેસના નારાજ ધારાસભ્યો સાથે ગુપ્ત બેઠક કરી રહ્યા છે. જેને લઇને ભારે ચર્ચા જાગી છે.
એમએલએ ક્વાર્ટર ખાતે હાલ બાપુની હાજરમાં ધારાસભ્ય રાઘવજી પટેલ, મહેન્દ્રસિંહ વાઘેલા, બળવંતસિંહ રાજપૂત, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મણીલાલ વાઘેલા, મોહનસિંહ રાઠવા સહિતના દસ જેટલા કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક ચાલું છે. જોકે, આ બેઠકમાં શું ચર્ચા થઈ તે જાણી શકાયું નથી.