અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતાએ કયા સોંગ પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ વીડિયો
Continues below advertisement
મહાનાયક અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદાએ પોતાની અલગ ઓળખ બનાવી છે. શ્વેતાએ ભલે ફિલ્મોમાં કરિયર ના બનાવ્યું હોય પરંતુ તે લાઈમલાઈટમાં રહે છે. હાલ શ્વેતા બચ્ચનનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે ‘શાદી મેં જરૂર આના’ ફિલ્મના સોંગ ‘પલ્લો લટકે’ પર ડાંસ કરતી જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ‘શાદી મેં જરૂર આના’ ફિલ્મના સોંગ ‘પલ્લો લટકે’ પર ડાંસ કરતી જોવા મળી હતી. વાયરલ થયેલ વીડિયોમાં શ્વેતા સફેદ સાડીમાં જોવા મળી હતી. તેણે પોતાના ડાન્સ દ્વારા ચાહકોના દીલ જીતી લીધાં હતાં. આ વીડિયો ફેશન ડિઝાઈનર સંદીપ ખોસલાની ભત્રીજી સૌદામિની મટ્ટુનાં વેડિંગ રિસેપ્શનનો છે. આ વેડિંગ રિસેપ્શનમાં બીજા પણ ઘણાં સ્ટાર્સ હાજર રહ્યા હતાં. શ્વેતા બચ્ચન સિવાય સારા અલી ખાન અને ફિલ્મમેકર કરણ જોહરે પણ ડાંસ કર્યો હતો.
Continues below advertisement