મહેંદી સેરેમનીમાં સોનમ કપૂરે આનંદ આહુજાને વળગીને કર્યો ડાન્સ, જુઓ વીડિયો

Continues below advertisement

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નની વિધિઓ શરૂ થઇ ગઇ છે. રવિવારે સોનમ કપૂરના ઘર પર મહેંદી સેરેમની રાખવામાં આવી હતી. આ દરમિયાન પરિવારના નજીકના મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. સોનમની મહેંદીની ઇન્સાઇડ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે આનંદ આહુજા અને સોનમ કપૂર ખૂબ મસ્તી અને ડાન્સ કરી રહ્યા છે.

 

સોનમે મહેંદી સેરેમની દરમિયાન આનંદ આહૂજાને ગળે લગાવી ડાન્સ કર્યો હતો. સોનમ અને આનંદે ફિલ્મ રેસ -2ના સોંગ લત લગ ગઇ પર ડાન્સ કર્યો હતો. વીડિયોમાં સોનમ પોતાના હાથમાં લગાવાયેલી મહેંદીને બતાવી પણ રહી છે. કેટલીક તસવીરો વાયરલ થઇ છે જેમાં આ સેરેમનીમાં સોનમની બહેન રિયા અને કઝિન શનાયા, ખુશી, જાહન્વીના હાથમાં પણ મહેંદી જોવા મળી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram