Video: સોનમ કપૂરના લગ્ન માટે કંઈક આ રીતે સજાવવામાં આવ્યો અનિલ કપૂરનો બંગલો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મુંબઈ: સોનમ કપૂર અને આનંદ આહૂજા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંન્નેના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. શુક્રવારે રાતે અનિલ કપૂરના ઘરે મહેમાનોની અવર-જવર શરૂ થઈ ગઈ હતી. જેની તસવીરો કેમેરામાં ક્લિક થઈ હતી. સોનમ કપૂરના લગ્નને લઈને શુક્રવારે અનિલ કપૂરનું ઘર સજાવવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે સોનમના લગ્નની તૈયારીઓ હવે શરૂ થઈ ગઈ છે અને આ માટે આજે અનિલ કપૂરના ઘરે પરિવારજનો અને ખાસ મિત્રો આવ્યા હતાં. દુલ્હનનો નાનો ભાઈ એટલે ગર્ષવર્ધન કપૂર ગેટ પર મહેમાનોનું સ્વાગત કરતા જોવા મળ્યો હતો.