સુરતઃ પૂરઝડપે આવતી કારે બાઇક ચાલક દંપતિને કચડ્યા, હૃદય કંપાવી દે તેવા CCTV
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ સુરતમાં વાહનચાલકો બેફામ બન્યા છે. સુરતના અડાજણમાં એક કાર ચાલકે બાઇક પર જઇ રહેલા દંપતિને અડફેટે લીધા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં પૂરપાટ ઝડપથી જઇ રહેલી કારને વળાંક પર બાઇક પર જતા દંપતિને ઉડાવ્યા હતા. આ અકસ્માતમાં દંપતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના 31 મેની છે.
ઘટનાના સાક્ષીઓના કહેવા પ્રમાણે, કારચાલક એટલો બેદરકાર હતો કે તેણે બાઇકને ટક્કર મારી છતા બ્રેક લગાવતો નથી. અને બાઇકને દસથી બાર ફૂટ સુધી ઢસડી જાય છે અને બાઈક ચાલક પર કાર ચઢાવી દે છે. સ્પીડ એટલી બધી હતી કે ટક્કર બાદ કાર સામેના ડીવાઈડર પર ચઢી જાય છે.