નીતિન પટેલના સમર્થનમાં આવ્યા SPGના પ્રમુખ લાલજી પટેલ, 1 જાન્યુઆરીએ મહેસાણા બંધનું એલાન

Continues below advertisement
મહેસાણાઃ નાણા અને શહેરી વિકાસ મંત્રાલય લઇ લેવાના કારણે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આજે દિવસભર તેમના સમર્થકો નીતિન પટેલને મળવા માટે પહોંચ્યા હતા. સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલ પણ નીતિન  પટેલને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. નીતિન પટેલ સાથે બેઠક બાદ લાલજી પટેલે એક જાન્યુઆરીના રોજ મહેસાણા બંધની જાહેરાત કરી હતી. 

લાલજી પટેલે જણાવ્યું હતું કે, નીતિન પટેલને અન્યાય થયો છે. ભાજપને ફરી સત્તામાં લાવવામાં એમનો ફાળો રહ્યો છે.
કાર્યકરોની ઈચ્છા એવી છે કે તેમને સીએમ બનાવવામાં આવે. ભાજપે તેમની સાથે યોગ્ય વ્યવહાર કર્યો નથી. ભાજપે તેમની ગરીમા અનુસાર પદ આપ્યું નથી. 

લાલજી પટેલે કહ્યું કે, નીતિન પટેલ પાટીદાર સમાજના જ નહી સમગ્ર ગુજરાતના નેતા છે. જો યોગ્ય સમયે નિર્ણય નહીં લેવાય તો સમગ્ર ગુજરાતની જનતા નો રોષ ભોગવવો પડશે. તેમણે કહ્યું કે, તેમને બે વાર સીએમ તરીકે નોમિનેશન થયા બાદ પણ તેમનું અપમાન થયું છે. પાટીદાર સમાજને ભાજપે હમેંશા અન્યાય કર્યો છે. છેલ્લા અઢી વર્ષમાં પાટીદાર સમાજના લોકો જાગૃત થયા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram