Tokyo Olympics 2020: ગોપીચંદ એકેડમી છોડવી એ મારો સર્વેશ્રેષ્ઠ નિર્ણય રહ્યો: પી.વી, સિંધુ
ટોકિયોમાં ચાલી રહેલા ઓલ્મિપિકમાં કાસ્ય પદક જીતનાર ખેલાડી પીવી સિંધુએ ઓલ્મિપિક માટે કેવી તૈયારી કરી હતી તે મુદ્દે વાત કરતા જણાવ્યું હતું કે, કોવિડના કારણે ઓલ્મિપિકની આયોજનનમાં વિલંબ થતાં આ સમયનો બેસ્ટ પ્લેયર બનવા માટે ઉપયોગ કર્યો. તેમણે એ પણ જણાવ્યું કે, શા માટે તેમણે ગોપીચંદ એકેડમી છોડાનો નિર્ણય કર્યો. 2016માં રિયો ઓલ્મિપિક બાદ સિંધુએ ત્રણ કોચ બદલ્યાં. તેમણે કોચ પાર્કને સફળતાનું શ્રેય આપ્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે ગોપીચંદ એકેડમી છોડી દીધી હતી અને ગાચીબોવલી સ્ટેડિયમ જોઇન કર્યું હતું. સિંધુએ કહ્યું કે, ગોપીચંદ એકેડમી છોડવાનો મારો નિર્ણય સર્વેશ્રેષ્ઠ રહ્યો. સિંધુએ પણ સ્પષ્ટતા કરી કે મારો તેમની સાથે કોઇ વિવાદ ન હતો પરંતુ ગાચીબોવલી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ છે અને અહીની સ્થિતિ ઓલ્મિપિક જેવી ટૂર્નામેન્ટ માટે વધુ સાનુકૂળ છે. સિધું ટોકિયાના અનુભવ શેર કરતા કહ્યું કે, ટોકિયોમાં એરિયલ શોર્ટમાં હવા ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી રહી હતી અને ગાચીબોવલી સ્ટેડિયમમાં મને તેની ટ્રેનિંગ મળી હતી.જે ખૂબ જ ઉપયોગી સાબિત થઇ, ગોપીચંદ એકેડમી છોડવાનો મારો નિર્ણય યોગ્ય સાબિત થયો અને હું ખુશ છું