શ્રીદેવી તેના છેલ્લા બર્થ-ડે પર શરાબના નશામાં ચૂર થઈ ગઈ હતી ? બોનીએ તેને પકડીને લઈ જવી પડેલી ? જુઓ વીડિયો
Continues below advertisement
ફિલ્મ અભિનેત્રી શ્રીદેવીના મોત અંગે શંકાઓ ઉભી જ છે ત્યારે હમણાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો શ્રીદેવીના 54મા એટલે કે છેલ્લા બર્થ-ડેનો હોવાનો દાવો કરાય છે. શ્રીદેવી પોતાની બંને પુત્રીઓ અને પતિ બોની કપૂર સાથે હોટલમાંથી બહાર આવે છે તેનો વીડિયો છે. બોની શ્રીદેવીને હાથ પકડીને બહાર લાવે છે ને શ્રીદેવી થોડી લથડી જાય છે. એવો દાવો થઈ રહ્યો છે કે શ્રીદેવી એ વખતે પણ નશામાં ચૂર હતી. શ્રીદેવી શરાબ નહોતી પીતી તેવા દાવા થઈ રહ્યા છે ત્યારે જ આ વીડિયો વાયરલ થયો છે.
Continues below advertisement