વડોદરાઃ સ્કૂલેથી પરત આવી રહેલા વિદ્યાર્થીનું નદીના વહેણમાં તણાતા વિદ્યાર્થીનું મોત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
વડોદરાઃ અનગઢ ગામના વિદ્યાર્થીનું મીની નદીના વહેણમાં તણાઇ જતાં મોત થયું છે. ગઈ કાલે સ્કૂલેથી પરત આવતી વખતે બાળક નદીના વહેણમાં તણાયો હતો. અનગઢ ગામ પાસે આવેલ મીની નદીના ખાડીમાંથી બાળકની લાશ મળી આવી છે. શિયાકુઈ પ્રાથમિક શાળાના ધોરણ બેમાં વિદ્યાર્થી ભણતો હતો. સ્કૂલે જવા માટે વિદ્યાર્થીઓને ફરજિયાત મીની નદીનો વહેણ પસાર કરી જવુ પડે છે, ત્યારે આ વહેણનો ભોગ વિદ્યાર્થી બન્યો હતો. વિદ્યાર્થીના પરિવારે નંદેસરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સ્કૂલના સીસીટીવી કેમેરામાં વિધાર્થી જતા હોવાનું દેખાયું હતું.