સેક્સી સન્ની લીયોનીને જોવા માટે કોચીમાં ઉમટી ભીડ, યુવાનો બસ પર ને અગાસીઓ પર ચડી ગયા, ખુશ સન્નીએ શું કર્યું ? જુઓ વીડિયો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ એક પ્રમોશનલ પ્રોગ્રામમાં ભાગ લેવા કોચી પહોંચેલી બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોનની એક ઝલક મેળવવા માટે હજારોની સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. ચાહકોની ભીડને જોઇ સની ખુશ થઇ ગઈ હતી. સનીને જોવા મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભીડ એટલી બધી હતી કે તેને કંટ્રોલ કરવા માટે પોલીસને લાઠીઓ વરસાવી પડી હતી.
સની કોચી પહોંચતા જ તેનું જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સનીએ પોસ્ટ કરેલા વીડિયોમાં તે સ્ટેજ પર નજર આવી રહી છે એટલુ જ નહી, સનીની એક ઝલક જોવા માટે તેના ચાહકોએ સ્ટેજ તોડી નાખ્યો હતો અને કટ-આઉટ્સ ફાડીને અંદર ઘુસી આવ્યા હતા. સનીએ પોતાના આ અનુભવને શૅર કરતા લખ્યું હતું કે ‘ શબ્દ નથી મારી પાસે, હું કોચીના લોકોને થેન્કસ કહેવા માંગુ છુ. હું લોકોના પ્રેમ અને કોઓપરેશનથી ખૂબ જ ખુશ છુ. ભગવાનના આ શહેરને ક્યારેય નહીં ભૂલી શકુ. આભાર’.
એક તસવીરમાં સનીની કાર ટોળા વચ્ચે ઘેરાયેલી જોવા મળી રહી છે. જેને પોસ્ટ કરતી સનીએ લખ્યું કે, ‘ કેરળમાં પ્રેમના દરિયા વચ્ચે મારી કાર’