સુરતઃ જ્વેલર્સ શોપની દિવાલને બાકોરું પાડી લાખોના સોના-ચાંદી અને રોકડા રૂપિયાની ચોરી, સીસીટીવી આવ્યા સામે
Continues below advertisement
સુરતઃ કાપોદ્રા વિસ્તારમાં લાખોના લૂંટની ઘટનાની ચર્ચા અત્યાર સુધી શાંત નથી થઈ ત્યાં સુરતમાં ફરી ધોળા દિવસે 82 લાખના સોના-ચાંદીની ચોરીની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. જોગી જવેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ દિવાલમાં બાકોરૂ પાડી લાખો રૂપિયાના સોના અને ચાંદીને ચોરી કરી નાસી ગયા છે. કાપોદ્રા વિસ્તારમાં કરોડોની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ પણ થઈ ગઈ છે.
જ્વેલર્સ શોપના માલિક બપોરે શોપ બંધ કરી ઘરે જમવા ગયા હતા ત્યારે તસ્કરોએ દિવસ દરમિયાન જ્વેલર્સની દુકાનને નિશાન બનાવ્યું હતું અને દુકાનમાં રહેલ સોના,ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્વેલર્સ શોપની બાજુની દિવાલમાં બાકોરું પાડી તસ્કરોએ દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને ચોરીને અંજામ આપતા બે ચોરો સીસીટીવીમાં કેદ પણ થઈ ગયા હતા. તસ્કરોએ 22 કિલો ચાંદી, 88 હજાર રોકડ રૂપિયા, 2500 ગ્રામ સોનું મળી 82 લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. ઘટના બનતા કાપોદ્રા પોલીસ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે.