સુરતઃ કતારગામમાં ગાય વિફરી, યુવક પર હુમલો કરતાં શું થયું? જુઓ વીડિયો
Continues below advertisement
સુરતઃ કતારગામ વિસ્તારના બાપાસીતારામ ચોક પાસેની રુક્ષમણી નગર સોસાયટીમાં આજે રત્નકલાકાર યુવક બાઇક પર પસાર થતો હતો ત્યારે અચાનક જ ગાયે હુમલો કર્યો. ગાયે હુમલો કરતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જોકે, ગાયના આ હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં થોડા સમય માટે દોડધામ મચી જવા પામી હતી. હુમલો કરનાર ગાય આ યુવકને છોડતી નહતી જેથી સ્થાનિકોએ મહામહેનતે ગાયને ભગાડી હતી અને આ યુવાનને બચાવી લીધો હતો. ઘાયલ યુવકને સ્થાનિકોએ 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં હાલ આ યુવાની હાલત સારી હોવાનું તબીબોએ જણાવ્યું હતું. જોકે ગાયના આ હુમલાને પગલે સ્થાનિક લોકોમાં ડર ફેલાઈ જાવા પામ્યો હતો. ઘાયલ યુવકનું નામ દિનેશ ભગવાનભાઇ પ્રજાપતી હોવાનું જાણવા મળ્યું છે.
Continues below advertisement