'મને ડિવોર્સ આપવા માટે છબીલ પટેલ નામની રાજકીય વ્યક્તિ ધમકી આપતી'
Continues below advertisement
અમદાવાદઃ સુરતમાં ભાજપના નેતા જયંતિ ભાનુશાળી સામે બળાત્કારની ફરિયાદમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. બળાત્કારની ફરિયાદ કરનાર યુવતીનો પૂર્વ પતિ મીડિયા સામે આવ્યો છે અને તેણે દાવો કર્યો છે કે, તેની પૂર્વ પત્નીને 70થી 80 પુરુષો સાથે શારીરિક સંબંધો છે. તેણે જણાવ્યું હતું કે, તેને ધોરણ 10માં ભણતો હતો, ત્યારથી જ આ યુવતી સાથે શારીરિક સંબંધ હતા અને પછી તેની સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્ન પછી પણ તેણે બીજા સાથે સંબંધો ચાલું રાખ્યા હતા. એટલું જ નહીં, છબીલ પટેલની નામની રાજકીય વ્યક્તિ છૂટાછેડા માટે ધમકી આપતી હતી.
Continues below advertisement