સુરતઃ ચાલુ કારમાં નબીરાઓ માણતા હતા દારૂની મહેફિલ, છની અટકાયત, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતઃ હજીરા ઓએનજીસી નજીક પેટ્રોલપંપ પાસે જાહેરમાં કારમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે મોડી રાત્રે છાપો મારી છ જેટલા લોકોની અટકાયત કરી હતી. જેમાં બે નબીરા દારૂના નશાની હાલતમાં મળી આવ્યા હતા. જ્યારે અન્ય ચાર નબીરા સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોટા ઘરના નબીરાઓ જાહેરમાં કાર પાર્ક કરી દારૂની મહેફીલ માણતા ઝડપાઇ ગયા બાદ ભારે હોબાળો મચી ગયો હતો.
ઉધના મગદલ્લાથી હજીરા ઓએનજીસી નજીક આવેલા ભારત પેટ્રોલ પંપથી થોડા જ અંતરમાં શનિવારની મોડી રાત્રે કેટલાક નબીરાઓ વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી. જેને લઇ લોકોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી દીધી હતી. ત્યારબાદ પોલિસને જોઈ ભાગદોડ મચી ગઇ હતી. જોકે પોલીસે તમામને ઝડપી પડ્યા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યાનુસાર દસથી પંદર જેટલા નબીરાઓ ફોર વ્હીલ કાર પાર્ક દારૂનો નશો કરી રહ્યા હતા. પરંતુ પોલીસે છાપો મારતા અફરાતફરી મચી ગઇ હતી.
પોલીસના હાથે કુલ છ નબીરાઓ ઝડપાઈ ગયા હતા. જે પૈકી બે દારૂના નશાની હાલતમાં મળી આવ્યા હતા. સ્થળ પરથી પોલીસને દારૂની ખાલી બોટલ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના હાથે ઝડપાયેલા તમામ નબીરા મોટા ઘરના હોવાનું પણ માનવામાં આવે છે. જેમાં કેટલાક એમ્બ્રોડરી વેપારીના પુત્રો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. દરમિયાન દારૂના નશાની હાલતમાં મળી આવેલા બે નબીરાઓને મોડી રાત્રે મેડિકલ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જ્યા બંનેના જરૂરી સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. ઝડપાયેલા નબીરાઓને છોડાવવા માટે મોટી હસ્તીઓ પણ પોલીસ મથકે પહોંચી ગઈ હતી. જોકે ઇચ્છાપોર પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.