સુરતઃ સાડી વર્કના વેપારીની મહિલાઓએ છેડતીના આરોપ સાથે કરી ધરપકડ, વીડિયો વાયરલ
Continues below advertisement
સુરતઃ શહેરના ઉધના વિસ્તારમાં સાડી વર્કના વેપારીની મહિલાઓએ ધોલાઇ કરી છે. આ ધોલાઇ કરતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો છે. મહિલાની છેડતી કરી હોવાનો આરોપ લગાવી વેપારીને માર મારવામાં આવ્યો હતો. મહિલાઓએ જાહેરમાં ધોલાઈ કરી પોલીસને સોંપી દીધો હતો. આધેડે કેફિયત રજુ કરી હતી કે, મહિલાઓ ઉધારીમાં દોરા ધાગા લઇ જતા હતાં. ઉધારી વધી જતા ઉધારીમાં દોરા ધાગા આપવાનું બંધ કરતા મહિલાઓએ ખોટો આરોપ લગાવી માર માર્યો. જોકે મહિલાએ પણ ઉધના પોલીસમાં જાણવાજોગ અરજી કરી હતી.
Continues below advertisement