તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં અનુભવાયા ભૂકંપના આંચકા, શું કહે છે તાપી કલેક્ટર? જુઓ વીડિયો
Continues below advertisement
દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વ્યારા, વાલોડ, ઉચ્છલ સહિતના તાલુકામાં આજે સાંજે 5.15 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 10 સેંકડ સુધી લોકોને આંચકાનો અનુભવ થયો હતો. આંચકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઈ હતી. હાલ ભૂકંપનું એપી સેન્ટર ભરૂચ નજીક હોવાનું જાણવા મળી રહ્યું છે. તાપી કલેક્ટર કચેરીમાં 10 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા હતા.
Continues below advertisement