ઓસ્ટ્રેલિયાને હરાવી આ ભારતીય ક્રિકેટરે મનાવ્યો બર્થ-ડે, ફક્ત ટુવાલ પહેરી કાપી કેક
Continues below advertisement
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને સતત બીજી વન-ડે મેચમાં 50 રને હાર આપી હતી. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે વિજય મેળવ્યા બાદ ભારતીય બેટ્સમેન મનીષ પાંડેનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. બીસીસીઆઇએ એક વીડિયો જાહેર કર્યો છે જેમાં ટીમ ઇન્ડિયા મનીષ પાંડેનો જન્મદિવસ મનાવી રહી છે. વીડિયોમાં મનીષ પાંડે ટુવાલ પહેરીને કેક કાપતો જોવા મળી રહ્યો છે.
તેની સાથે અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ અને જાદવ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. મનીષને તમામ ખેલાડીઓ મોંઢા પર કેક લગાવતા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે 28 વર્ષના મનીષ પાંડેનો જન્મદિવસ 10 સપ્ટેમ્બરના રોજ હતો પરંતુ ત્યારે ઇન્ડિયન ક્રિકેટર્સ શ્રીલંકા ટૂર પરથી પાછા ફર્યા બાદ એક સાથે નહોતા.
Continues below advertisement