VIDEO: જ્યારે લગ્નમાં લેંઘો પહેર્યા વિના પહોંચી નવવધૂ, સોશિયલ મીડિયા પર છવાઇ
Continues below advertisement
નવી દિલ્હીઃ મોટાભાગના લોકો પોતાના લગ્નમાં અનેક તૈયારીઓ કરતા હોય છે. એમાં પણ નવવધૂ પોતાના લગ્નને ખાસ બનાવવા માટે ડાન્સ કરતી મંડપમાં એન્ટ્રી કરતી હોય તેવા અનેક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા છે. જોકે, તાજેતરમાં જ એક નવવધૂનો વીડિયો વાયરલ થયો છે જેમાં તે પોતાના લગ્નમાં લેંઘો પહેરવાને બદલે શોર્ટ્સ પહેરીને આવી હતી.
સોશિયલ મીડિયામાં નવવધૂની તસવીરો શેર કરવામાં આવી રહી છે. જેને જોઇને લોકો કોમેન્ટ્સ પાસ કરી રહ્યા છે. વીડિયોમાં શિખ વર નવવૂધૂની એન્ટ્રી જોવા મળી રહી છે. શોર્ટ્સ પહેરીને ફરતી નવવધૂ અને વરને લોકો શુભકામના આપતા જોવા મળે છે. એક યુઝર્સે લખ્યું કે, જ્યારે દરજી સમયસર લગ્નનો લેંઘો આપે નહી ત્યારે આવી સ્થિતિ થાય છે.
Continues below advertisement