એક સાથે 22 લાશો આવતાં 150ની વસતિવાળા ગામમાં માતમ જ માતમ, જુઓ વીડિયો

Continues below advertisement
ભાવનગરઃ બોટાદના ટાટમ ગામે જાન લઈને જતાં ટ્રકને અકસ્માત નડતાં વરરાજાના માતા-પિતા અને ભાઇ સહિત 32 જાનૈયાના મોતથી લગ્નનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો હતો. જોકે, માતમ વચ્ચે લગ્નવિધિ સંપંન્ન કરવામાં આવી હતી. આ અકસ્માતમાં અનિડા ગામના 22 લોકોના અને એક જ પરિવારના 15નાં મોતથી ગામમાં ભારે માતમ છવાઇ ગયો છે. હાલ તમામની અંતિમવિધિની તૈયારી શરૂ કરવામાં આવી છે. થોડીવારમાં એક સાથે 22 મૃતકોની દફનવિધિ કરવામાં આવશે.

147ની વસતિ ધરાવતાં ગામમાં આ દુર્ઘટનાથી માતમ છવાઇ ગયો છે. ત્યારે મૃતકોની અંતિમયાત્રામાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે. હાલ, મૃતદેહો ગામમાં લવાતાં અંતિમવિધિની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. થોડીવારમાં અંતિમવિધિ કરવામાં આવશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram