અમદાવાદના ક્યા જાણીતા ઉદ્યોગપતિનો દીકરો બેફામ સ્પીડે લક્ઝરિયસ કાર ભગાવતા મોતને ભેટ્યો

Continues below advertisement

અમદાવાદઃ વસ્ત્રાપુર વિસ્તારમાં મોડી રાત્રે તિરુપતિ ઓઈલના ડાયરેક્ટર દર્શન પટેલના પુત્ર વેદાંતની એન્ડેવર કાર ઝાડ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત થયા હતા. કારના અકસ્માતનો સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો હતો. વસ્ત્રાપુરના સોહમ ટાવર પાસે ગઈ રાત્રે કાર ઝાડ સાથે અથડાઈ હતી. ઘટનાસ્થળે જ કાર ચલાવતા નિશ્ચલ જૈનનું મોત નિપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ વેદાંત પટેલને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ આઈસીયુમાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram