ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યનો આક્ષેપ- 'મને મારી નાખવાનું પૂર્વનિયોજીત કાવતરું હતું'
Continues below advertisement
ભૂજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય ઢોરી ગામમાં એક કાર્યકમમાં હાજરી આપી ભુૂજ પરત ફરી રહ્યા હતા તે દરમિયાન લોરિયા ગામ નજીક કેટલાક લોકોએ તેમની કાર પર પથ્થરો ફેંકી હુમલો કર્યો હતો. પોતાના પર થયેલા હુમલાને લઇને નીમાબેને ભુજ બી,ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
નીમાબેને જણાવ્યું હતું કે, મને મારી નાખવાનું પૂર્વનિયોજીત કાવતરું હતું. મેં રુદ્ર માતા ડેમમાં નર્મદાનું પાણી ભરવા માટે કામ કર્યું તે કેટલાક લોકોને નથી ગમ્યું. મારી પર હુમલો કરનારા આ ડેમમાંથી પાણી વેચી વર્ષે 50 લાખ કમાતા હતા મેં આ બંધ કરાવ્યું. જે લોકોએ મારી પર હુમલો કરાવ્યો છે તેનો ભૂતકાળ પણ ગુનાહિત છે.