UP: પતિ પર થયો હુમલો, પત્નીએ ઉઠાવી ગન, ભાગી ગયા હુમલાખોર
Continues below advertisement
ઉત્તરપ્રદેશમાં લખનઉમાં કાકોરી ક્ષેત્રમાં બહાદુર પત્નીની હિંમતને કારણે પોતાના પતિનો જીવ બચાવ્યો હતો. મહિલાએ હિંમત બતાવતા હુમલાખોર ભાગવા મજબૂર બન્યા હતા. વીડિયોમાં જોઇ શકાય છે કે પત્રકાર આબિદ પોતાના ઘરની બહાર ઉભો છે. ત્યારે અચાનક કેટલાક લોકો આબિદ પાસે આવે છે અને લાઠી વડે તેના પર હુમલો કરી દે છે.
પતિ પર હુમલો થતા જોઇ પત્ની આયશા આબિદ ઝડપથી ઘરની બહાર આવે છે. બાદમાં તે ઘરની અંદરથી ગન લઇ આવે છે અને હવામાં ફાયરિંગ શરૂ કરી દે છે. ફાયરિંગ થતાં હુમલાખોરો ત્યાંથી ભાગી જાય છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ભાડાના મકાનને ખાલી કરાવવા હુમલો કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Continues below advertisement