શું તમે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનશો તેના પર અમિત શાહે શું આપ્યો જવાબ
Continues below advertisement
લખનઉઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મોદી લહેર જોવા મળી હતી. 403 બેઠકો ધરાવતી ઉત્તરપ્રદેશ વિધાનસભામાં બીજેપીએ 321 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી. યુપીમાં બીજેપીને મળેલી સફળતાથી બીજેપી અધ્યક્ષ અમિત શાહ ખુશ જોવા મળ્યા હતા.
અમિત શાહે લખનઉમાં બીજેપી હેડક્વાર્ટર પર પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તમે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનશો? જેના જવાબમાં અમિત શાહે હસતા હસતા કહ્યું હતું કે, હું ઉત્તરપ્રદેશનો વોટર પણ નથી અને મારી પાસે પર્યાપ્ત કામ છે. શાહે કહ્યું કે હું મુખ્યમંત્રી બનવાનો નથી. અમે ઉત્તરપ્રદેશ માટે યોગ્ય ઉમેદવારને મુખ્યમંત્રી માટે પસંદ કરીશું.
Continues below advertisement
Tags :
Assembly Elections 2018