વડોદરાઃ પત્નીના આડાસંબંધની શંકામાં પતિએ જાહેરમાં યુવક પર કર્યો હુમલો, યુવક ઢળી પડ્યો, જુઓ CCTV
Continues below advertisement
વડોદરાઃ શહેરના બાજવા વિસ્તારમાં રહેતી એક પરિણીતાના પતિએ એક યુવક પર જાહેરમાં જ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં યુવક રોડ પર જ ઢળી પડ્યો હતો. પતિને આ યુવક સાથે પત્નીના આડાસંબંધની શંકા જતાં તેણે આ હુમલો કર્યો હતો. હુમલામાં યુવકના માથાના ભાગ ગંભીર ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના ગત 12મી જાન્યુઆરીની છે. આ ઘટનાના સીસીટીવી મળતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાજવામાં આવેલી વૃદાવન સોસાયટીમાં રહેતા શાંતિલાલ શંકરભાઇ ચૌહાણ ફ્લોર મિલ ચલાવે છે. શાંતિલાલ ચૌહાણને નજીકમાં જ રહેતી પરિણીચા સાથે આડાસંબંધો હોવાની પતિને શંકા હતી. જેને લીધે શાંતિલાલ અને પરિણીતાના પતિ તેજા વાઘેલા વચ્ચે વારંવાર ઝગડાઓ થતાં હતા. ગત 12 જાન્યુઆરીએ સાંજે સુરસાગર કોમ્પલેક્ષ પાસે ઝઘડો થયો હતો. બંને મારક હથિયારો લઇને સામસામે આવી ગયા હતા અને જોતજોતામાં આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ અને તેજા વાઘેલાએ તેના હાથમાં રહેલા તિક્ષ્ણ હથિયાર વડે શાંતિલાલ પર હુમલો કરી દીધો હતો.