વડોદરા: 720 નશાયુક્ત ઈંજેક્શન સાથે બે મહિલા અને એક યુવકની ધરપકડ
Continues below advertisement
વડોદરા: SOGએ 720 નશાયુક્ત ઈંજેક્શન સાથે ત્રણની ધરપકડ કરી છે. વડોદરા પોલીસને મોટી સફળતા મળી છે. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી સ્કોડા કારમાંથી મોટા પ્રમાણમાં નશાયુક્ત ઈંજેક્શનનો જથ્થો મળી આવ્યો હતો. ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત બનાવવાનુ હતુ પ્લાનીંગ. પોલીસે બે મહિલા અને એક યુવકની ધરપકડ કરી છે. જ્યારે વધુ એક મહિલાની પોલીસ શોધખોળ કરી રહી છે.આ ઈંજેક્શન ફરૂખાબાદથી લાવ્યા હોવાની માહિતી સામે આવી છે.
Continues below advertisement