બળાત્કારની ફરિયાદ પછી ભાજપના સાંસદ કે.સી. પટેલ ભૂગર્ભમાં, બીજી શું છે વિગત?
Continues below advertisement
વલસાડઃ વલસાડના સાંસદ ડો. કે.સી. પટેલ સામે દિલ્લીની એક મહિલા વકીલે બળાત્કારની ફરિયાદ કરતાં ખળભળાટ મચી ગયો છે. આ બળાત્કારની ફરિયાદને કારણે વલસાડના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે અને અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. બીજી તરફ આ ફરિયાદ પછી સાંસદ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
દિલ્લીની મહિલા વકીલની ફરિયાદ છે કે, સાંસદ કે.સી. પટેલે સુપ્રીમમાં કોઈ કેસ લડવાનો છે, તેમ કહી તેમને દિલ્લી સ્થિત નિવાસસ્થાને બોલાવી હતી. અહીં સાંસદે તેમની પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના બાદ મહિલા વકીલે ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
મહિલાએ આ સાથે નીચલી કોર્ટમાં પણ ફરિયાદ કરતાં કોર્ટે દિલ્લીના નોર્થ એવેન્યુ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી પાસે રિપોર્ટ માગ્યો છે. એટલું જ નહીં કોર્ટે આ કેસની તપાસ માટે ખાસ અધિકારીની નિમણૂક કરવાનો આદેશ પણ આપ્યો છે. આવતી 12 મે સુધીમાં કોર્ટે પોલીસને એક્શન ટેકન રિપોર્ટ ફાઇલ કરવાનો આદેશ કર્યો છે.