આગ ચાંપવા શખ્સો જે વાહન પર આવ્યા તે વાહન ચોરીનું નીકળ્યું, ઘટના સીસીટીવીમાં કેદ, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ: શહેરના કારંજ વિસ્તારમાં એક બિલ્ડરની ઓફિસમા આગ લાગવાની ઘટના સામે આવી છે.જે આગ કેટલાક શખ્સો દ્રારા લગાવવામા આવી હોવાનુ સામે આવતા કારંજ પોલીસે ગુનો દાખલ કરીને બે શખ્સોની ધરપકડ કરી હતી. અને દુકાનના માલિકના ભાઇએ જ્યારે પોલીસને મદદ કરી ત્યારે તેને નુક્શાન ભોગવવાનો વારો આવ્યો હતો. પુરાવા માટે આગ ચંપીની ઘટનાના લાઈવ સીસીટીવી ફુટેજ પણ પોલીસે કબજે કર્યા છે.

ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ રીલીફ સીનેમા પાસે હનુમાન ગલીમા મા બિલ્ડર નામની ઓફિસે 22 તારીખે આગ લાગવાની ઘટના સામે આવી હતી. પહેલા તો આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ બિલ્ડરને આશંકા હતી. જોકે બિલ્ડરે તેની ઓફિસ પાસે આવેલ સીસીટીવી કેમેરાની તપાસ કરી તો સામે આવ્યુ કે 22 તારીખે સવારે 4 વાગે એક્ટિવા પર ત્રણ શખ્સો આવ્યા હતા અને તેઓની બિલ્ડરની ઓફિસે જવલનશીલ પદાર્થ નાખીને આગ ચંપી કરીને ફરાર થઈ ગયા.

જે આગની જાણ ઓફિસમા રહેલા એક વ્યકિતને થતા તેણે બહાર આવ્યો ત્યારે થઈ હતી. અને તેને આગ પર કાબૂ મેળવ્યો હતો. જયારે બિલ્ડર દ્રારા વધુ તપાસ કરાઈ ત્યારે સામે આવ્યુ કે 18 તારીખે રીલીફ રોડ પર તેની ઓફિસ પાસેની પોળના કેટલાક લોકો એક પારસીને માર મારી રહ્યા હતા તેમા બિલ્ડર ગુલામમયુદ્દીન મેમણનો ભાઈ તે લોકોને છોડાવવા માટે વચ્ચે પડયો હતો. જેની અદાવત રાખીને બિલ્ડરની ઓફિસ પર આગ લગાવવામા આવી હોવાનુ સામે આવ્યુ છે.

આગ ની ઘટનાની જાણ થતા બિલ્ડર કારંજ પોલીસ સ્ટેશન ખાતે પહોચ્યા હતા જોકે સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પહેલા તેઓની ફરિયાદ લેવામા આવી ન હતી. જે બાદ ફરિયાદી કમિશનર કચેરી ગયા બાદ કારંજ પોલીસને જાણ કરતા સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાઈ હતી. ફરિયાદ આધારે પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરતા આગ લગાવનારાઓને પોલીસે શોધી કાઢયા અને બે શખખ્સોની ધરપકડ કરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram