બીએસએફના જવાનોએ સરહદ પ્રગટાવ્યા દીવડા, જુઓ વીડિયો
Continues below advertisement
દીવાળી ઘર, પરિવાર અને દોસ્તો સાથે ખુશીઓ વહેંચવાનો તહેવાર છે. બીજી તરફ દેશની સુરક્ષા માટે સતત તૈનાત બીએસએફના જવાનો સમાજ અને પરિવારથી દૂર પોતાની ફરજ નિભાવવામાં લાગેલા છે. જમ્મૂમાં જયાં અત્યારે ભારત-પાકિસ્તાનના વણસેલા સંબંધોને લઈને તંગ સ્થિતિ છે ત્યાં જવાનોએ સરહદ પર દીપ પ્રાગટ્ય દીવાળી ઉજવી. આ ઉજવણી સમયે તેમણે પોતાના શહીદ દોસ્તોને યાદ કર્યા, અને અને દેશવાસીઓ ખુશીઓ અને સુરક્ષા માટે પ્રાર્થના કરી. બીએસએફના આ જવાનોનું કહેવું છે કે તેમને પણ દીવાળીમાં ઘર-પરિવારની યાદ આવે છે પરંતુ તેમને ખુશી છે કે તેમના સરહદ પર તૈનાત રહેવાથી આખો દેશ શાંતિ અને સુરક્ષાપૂર્વક દીવાળી મનાવી શકે છે.
Continues below advertisement