સૈન્ય ટ્રેનિંગ દરમિયાન ઉમેદવારને ડંડાથી ફટકારતા ઓફિસરનો વીડિયો વાયરલ, જાણો શું છે હકીકત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર સૈન્ય દ્ધારા જવાનોને આપવામાં આવતી ટ્રેનિંગને લઇને ચર્ચા છેડાઇ છે. તાજેતરમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ટ્રેનિંગ દરમિયાન એક ઉમેદવારના માથાને પગ વચ્ચે દબાવીને બેક સાઇડ પર ડંડા વરસાવવામાં આવે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સૈન્યએ સ્પષ્ટતા કરી હતી કે, આ વીડિયો ખૂબ જૂનો છે અને તેના પર કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે.
મોબાઇલ ફોનથી શૂટ કરવામાં આવેલા આ વીડિયોમાં સિનિયર ઓફિસરો ઉમેદવારના પગ પકડી તેના માથાને બે પગ વચ્ચે દબાવી રહ્યા છે. આ દરમિયાન અન્ય એક ઓફિસર ઉમેદવારને ડંડાથી ફટકારી રહ્યો હોય છે.