દિલ્હીઃ વર્દી પહેરેલા એરફોર્સના સૈનિક સાથે મારપીટ, VIDEO વાયરલ થયા બાદ આરોપીની ધરપકડ

Continues below advertisement

દિલ્હીઃ દિલ્હીમાં ઇન્ડિયન એરફોર્સના એક સૈનિકને માર માર્યાનો એક વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. એરફોર્સે પણ પોતાના સૈનિક સાથે મારપીટ મામલે તપાસ શરૂ કરી છે.

 એક રિપોર્ટ પ્રમાણે, ઘટના 20 એપ્રિલની  છે. સંગમ બિહાર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. એરફોર્સમાં કોર્પોરેલના પદ પર તૈનાત સુજય  કુમાર સાથે રસ્તા વચ્ચે મારપીટ કરવામાં આવી હતી. 

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સુજયની બાઇકની સ્વિફ્ટ કાર સાથે ટક્કર થઇ જતાં ગુસ્સામાં કાર માલિક અને તેના મિત્રોએ સુજય સાથે મારપીટ કરી હતી. ઘટના સમયે સુજય વર્દીમાં હતા. આરોપીઓએ સુજયની વર્દી પણ ફાડી દીધી હતી. મારપીટ બાદ આરોપીઓએ સૈનિકનું આઇકાર્ડ , આરસી બુક સહિતના દસ્તાવેજો લઇ લીધા હતા. પોલીસના કહેવા પ્રમાણે, મુખ્ય આરોપી નીરજ વ્યવસાયે બાઉન્સર છે.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram