વિજાપુરના વસાઇમાં સરપંચની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારનું મોત, કેવી રીતે બની ઘટના? જુઓ વીડિયો
Continues below advertisement
વિજાપુરઃ આજે રાજ્યમાં 1557 ગ્રામ પંચાયતની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં વિજાપુરના વસાઇમાં નિકુલસિંહ ચાવડાનો સતત બીજીવાર વિજય થયો હતો. સરપંચની ચૂંટણી જીત્યા બાદ ઉમેદવાર નિકુલસિંહ ચાવડાનું હાર્ટ એટેકથી મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. નિકુલસિંહ 1381 મતથી સરપંચની ચૂંટણીમાં વિજયી બન્યા હતા. આ પછી તેમનું વિજય સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. જોકે, આ પછી તેમને અચાનક છાતીમાં દુઃખાવો અને ગભરામણ થતાં મહેસાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
Continues below advertisement