રૂપાણીનું મોટું જૂઠાણુઃ સરદાર પટેલને વાજપેયીએ ‘ભારતરત્ન’ આપ્યો હતો, જાણો કોણે સરદારને ‘ભારતરત્ન’ આપેલો ?
Continues below advertisement
અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોંગ્રેસને ગાળો દેવાના ઉત્સાહમાં બહુ મોટું જૂઠાણું ચલાવ્યું. કોંગ્રેસે સરદાર પટેલને અવગણ્યા એવો આક્ષેપ કરીને તેમણે કહ્યું કે, કોંગ્રેસે 40 વર્ષ સુધી સરદાર પટેલને ભારતરત્ન નહોતો આપ્યો. તેમણે એવું જૂઠાણું ચલાવ્યું કે, કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર આવી પછી સરદાર પટેલને ‘ભારતરત્ન’ આપ્યો હતો. રૂપાણીની આ વાત મોટું જૂઠાણું છે કેમ કે સરદાર પટેલને ‘ભારતરત્ન’ વાજપેયીની સરકારે નહોતો આપ્યો પણ ચંદ્રશેખરની સરકારે 1991માં આપ્યો હતો. વાજપેયી તો તેના પાંચ વર્ષ 1996માં પહેલી વાર વડાપ્રધાન બન્યા અને માત્ર 13 દિવસ ટક્યા.
Continues below advertisement