અમદાવાદ: જ્વેલરી શોપનો માલિક સરળ હપ્તે સોનુ વસાવો સ્કીમ અંતર્ગત કરોડોનું ફુલેકું ફેરવી ફરાર, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલા વિમલ ગોલ્ડ નામની દુકાનનો માલિક સરળ હપ્તે સોનુ વસાવો સ્કીમ અંતર્ગત કરોડો રૂપિયા ઉઘરાવી રાતો રાત ઉઠમણું કરીને ફરાર થઈ જતા કેટલાક લોકોને રડવાનો વારો આવ્યો છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી વિમલ ગોલ્ડ નામની શોપનો માલિક પ્રકાશ મોદી છેલ્લા એક વર્ષથી ગ્રાહકોને આકર્ષવા વિવિધ લોભામણી સ્કીમ ચલાવતો હતો. જે અંતર્ગત તે લોકો પાસેથી દર મહિને 100 અને 500 રૂપિયા ઉઘરાવતો હતો. જેના બદલામાં અમુક મહિના બાદ સોનાની વસ્તુઓ આપવાની તેણે વાત કરી હતી.
સ્કીમમાં લગભગ 300 જેટલા ગ્રાહકો દર મહિને રોકાણ કરતા હતા. જોકે, સ્કીમ મુજબ વળતર ન મળતાં ગ્રાહકોએ પ્રકાશ મોદી પાસે રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી. બાદમાં તે રાતોરાત દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો હતો. તેણે કુલ 8 કરોડનું ફુલેકું ફેરવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. દુકાનના શટર બંધ હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો આ જ્વેલરી શોપ પર ઉમટી પડ્યાં હતાં. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.