લગ્નમાં સ્ટેજ પર ડાન્સ કરી ફેમસ થયા આ અંકલ, ગોવિંદા સાથે થઇ રહી છે તુલના
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભોપાલઃ સોશિયલ મીડિયા પર હાલમાં એક અંકલનો ડાન્સ ખૂબ વાયરલ થઇ રહ્યો છે. એક લગ્ન સમારંભમાં ગોવિંદાના ગીત પર ડાન્સ કરતા આ અંકલનો વીડિયો ખૂબ વાયરલ થયો છે. પરંતુ શું તમે જાણો છો આ વ્યક્તિ કોણ છે? વાસ્તવમાં આ વ્યક્તિ એક પ્રોફેસર છે અને તેઓ ભોપાલની ભાભા યુનિવર્સિટીમાં ભણાવે છે.
ગોવિંદાના જાણીતા ગીત પર ડાન્સ કરતા અંકલનું નામ સંજીવ શ્રીવાસ્તવ છે. 46 વર્ષીય સંજીવ શ્રીવાસ્તવ મધ્યપ્રદેશના વિદિશામાં રહે છે અને ભાભા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. બાળપણથી જ ડાન્સના શોખીન રહેલા સંજીવ અનેક ડાન્સ સ્પર્ધા જીતી ચૂક્યા છે.
એક વેબસાઇટ સાથેની વાતચીતમાં સંજીવે કહ્યું કે, તે મિથુનને પ્રેરણા માને છે. તેમનો આ વીડિયો 12 મેનો છે. એક લગ્નમાં તેમણે ગોવિંદાના ગીત પર ડાન્સ કર્યો હતો પરંતુ તેઓ જાણતા નહોતા કે આટલો વીડિયો ફેમસ થશે. આ વીડિયો લાખો વખત જોવાઇ ચૂક્યો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.