અમદાવાદઃ લગ્નસમારંભમાં જાહેરમાં કરાયું ફાયરિંગ, વીડિયો થયો વાયરલ
Continues below advertisement
અમદાવાદઃ અમદાવાદના રામોલમાં એક લગ્નસમારંભમાં જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રામોલના પઠાણના બંગલા નજીકની આ ઘટના હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ મામલે એક સગીર અને મોહસીનખાન પઠાણની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી બાર બોરની બંદૂક અને કારતુસ કબજે કરવામાં આવ્યા છે. આરોપીઓએ લગ્નના ઉત્સાહમાં હવામાં ફાયરિંગ કર્યું હતું. લાયસન્સના નિયમોનું ઉલ્લંઘન કરતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.
Continues below advertisement