ઝહીર ખાનના રિસેપ્શનમાં ખૂબ નાચ્યા વિરાટ-અનુષ્કા, જુઓ વીડિયો
Continues below advertisement
નવી દિલ્હીઃ ઝહીર અને સાગરિકાના રિસેપ્શનમાં આમ તો બોલીવુડ અને ક્રિકેટ જગતના દિગ્ગજ સ્ટાર હાજર રહ્યા હતા. આ બધાની વચ્ચે એક કપલ એવું પણ હતું જેના પર સૌની નજર હતી. તે કપલ બીજું કોઈ નહીં પરંતુ કેપ્ટન વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હતું. ઝહીર ખાન અને સાગરિકાના રિસેપ્શનમાં વિરાટ અને અનુષ્કા સાથે આવ્યા જ્યાં તેમણે ખૂબ મસ્તી અને ડાન્સ કર્યો હતો. એવો જ એક ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ન્યૂ વેડિંગ કપલની સાથે ખૂબ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
Continues below advertisement