યુવતીના સેલ્ફી લેવાના શોખના કારણે કઈ રીતે થયું 1.40 કરોડ રૂપિયાનું નુકસાન ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ હાલમાં યુવાઓમાં સેલ્ફી લેવાનો શોખ ખૂબ વધી ગયો છે. આ શોખને કારણે ઘણીવાર તેઓ જીવની પણ પરવા કરતા નથી. અમેરિકાના લોસ એન્જલસમાં એક એવી ઘટના બની છે જેમાં એક યુવતીને સેલ્ફી લેવાનું ભારે પડ્યું હતું.
the 14th factoryએ ટ્વિટર પર એક આર્ટ એક્ઝિબિશનનો વીડિયો જાહેર કર્યો છે જેમાં કિંમતી અને જાણીતી કૃતિઓ રાખવામાં આવી હતી. આ કૃતિઓની કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે. પ્રદર્શન જોતા સમયે એક યુવતી સેલ્ફી લેવાના ચક્કરમાં એક ફ્રેમ પર પડી જાય છે. જેને કારણે ત્યાં રાખવામાં આવેલી કૃતિઓ એક પછી એક તૂટી જાય છે. આયોજકોના મતે, યુવતીને કારણે તેમને એક કરોડ 28 લાખ રૂપિયાનુ નુકસાન થયું છે.