અ'વાદ: ઇસ્કોન બ્રિજ પાસે હિટ એન્ડ રન, પૂરઝડપે જતી કારે વૃદ્ધાને ઉડાવી, જુઓ CCTV
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: શહેરમાં દિવસેને દિવસે હીટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. ત્યારે શહેરના એસ જી હાઇવે પરના ઇસ્કોન બ્રિજના છેડે ગંભીર હિટ એન્ડ રન સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વૃદ્ધાનું મોત થયુ હતું.
મળતી વિગતો અનુસાર, મૃતક જેનેટ થોમસ નામની 63 વર્ષીય વૃદ્ધા દિવાળીના વેકેશનમાં પોતાની પુત્રી સરનાના ઘરે આવી હતી. શનિવારે વૃદ્ધા તેમની પૌત્રી સાથે ખરીદી કરવા નીકળી હતી ત્યારે ઇસ્કોર બ્રિજના છેડે એક કારે દાદી-પૌત્રીને ઉડાવ્યા હતા જેમાં ગંભીર રીતે ઘાયલ વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તેમનું મોત થયુ હતું. આ અકસ્માતમાં પૌત્રી પ્રિસાનો આબાદ બચાવ થયો હતો.