વલસાડમાં બે પત્રકારોની મહિલા તલાટીઓએ કરી ધોલાઇ, જાણો શું છે કારણ

Continues below advertisement
વલસાડઃ વલસાડમાં આજે કેટલીક મહિલા તલાટીઓએ જાહેરમાં બે પત્રકારોને માર માર્યાની ઘટના બની હતી. આ ઘટનાને પગલે વલસાડ તાલુકા પંચાયત કચેરીની બહાર દોડ ધામ મચી ગઈ હતી.

છેલ્લા કેટલાક દિવસથી એક સાપ્તાહિક અખબારના બે પત્રકારો મહિલા તલાટીઓ વિરૂધ્ધ છાપાઓમાં છાપીને કચેરીના સમય બાદ પણ મહિલા તલાટીઓની કચેરીમા જઈ ને ઉલ્ટા સીધા સવાલ કરતા હતા. અને ત્યાર બાદ મહિલા તલાટીઓ વિરુદ્ધ છાપાઓમા મેટર લખીને તેના કટિંગ મોડી રાત્રે મહિલા તલાટીઓને વોટ્સઅપ દ્વારા મેસેજ કરી અને પરેશાન કરતા હતા.

આમ બે પત્રકારોની આવી વર્તુણકને લઈને કેટલીક મહિલા તલાટીઓ પરેશાન હતી આખરે મહિલા તલાટીઓની ધીરજ ખૂટી અને આ પત્રકારોને પાઠ ભણાવવા માટે વલસાડ તાલુકા પંચાયત કચેરી બહાર એકઠી થઇ હતી .અને ત્યાં પેલા બે પત્રકારો આવતા બબાલ થઇ હતી અને મામલો ગરમાયો હતો. મહિલા તલાટીઓનો રોષ પારખી ગયેલા એક પત્રકાર ત્યાંથી ફરાર થઇ ગયો હતો જ્યારે એક પત્રકાર મહિલા તલાટીઓનો રોષનો ભોગ બન્યો હતો. 

રોષે ભરાયેલી મહિલા તલાટીઓએ પત્રકાર પર ટપલી દાવ કરી પાઠ ભણાવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પહોચીને મામલો થાલે પાડવાનો પ્રયાસ કર્યો હતો. અંતમાં પત્રકારોના ત્રાસથી કંટાળેલી મહિલા તલાટીઓએ આ મામલે કલેક્ટર અને વલસાડ જિલા પોલીસવડાને આવેદન પત્ર  આપી રજૂઆત કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram