અમદાવાદઃ આ શાતિર યુવકે કેવી ટ્રીકથી ATMમાંથી સેરવી લીધા 5.17 લાખ, જુઓ LIVE VIDEO
Continues below advertisement
અમદાવાદ: અત્યાર સુધી તમે એટીએમને તોડતા અથવા એટીએમ ઉઠાવી જતી ગેંગ પોલીસે પકડી હોય તેવું ટીવી સ્ક્રીન પર જોયું હશે, પરંતુ અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એવા બે ઠગને ઝડપી લીધા કે જેમણે અમદાવાદના જ 70થી 80 જેટલા એટીએમમાંથી પૈસા ઉપાડી લીધા અને તે પણ એ રીતે કે જે તે ખાતાધારકના ના તો પૈસા કપાયાની રીસિપ્ટ આવે કે ના તો બેંકના અધિકારીઓને ખ્યાલ આવે. આ બંને ચોરો દ્વારા ચોરી કરાયેલા 5.17 લાખ રૂપિયા કબ્જે કર્યા છે.. ત્યારે આ બંને શાતિર દિમાગના આરોપીઓએ કેવી રીતે કરી ચોરી. જોઇએ આ વીડિયો.
એસઓજીએ બે એવા ચોરને પકડી પાડ્યા કે જેઓ એટીએમ મશીનની માસ્ટર કી વડે ચોરી કરતાં. એસઓજીએ પકડેલા આરોપીઓ બીજેન્દ્રસિંગ ઠાકુર દ્વારા તેના જ મિત્ર અને N.C.R.કંપનીમાં કામ કરતાં અમીતસિંઘ ચૌહાણ પાસેથી એટીએમ ખોલવાની માસ્ટર કી મેળવી હતી અને તે બાદ જે પણ એટીએમ મશીન N.C.R.કંપનીના હોય તે એટીએમમાં જઇને બિજેન્દ્ર નામનો આ આરોપી માસ્ટર કી વડે ઉપરથી એટીએમ ખોલી નાખતો અને તે બાદ ખોલેલા શટરમાં હાથ નાખી પાવર સ્વિચ બંધ કરી દેતો. આરોપીને ચોરીના નાણાં મળી જાય તે બાદ તે એટીએમની સ્વિચ ચાલુ કરી દેતો. જેનાથી બેંકની મુખ્ય શાખામાં આ વ્યવહારોની કોઇ નોંધ લેવાતી ન હતી. આ બંને આરોપીઓએ અમદાવાદના ઓઢવ, નિકોલ જેવા વિસ્તારોમાં પણ N.C.R.કંપનીના એટીએમ હોય ત્યાં બેંકમાંથી પૈસાની ઉઠાંતરી કરી છે.
આ બંન્ને આરોપીઓએ તેના જ વિશ્વાસુ વ્યક્તિઓ પાસેથી કાર્ડ લીધાં હતા અને તે પણ ભાડા પેટે. બિજેન્દ્રે તેના મિત્ર અને N.C.R.માં કામ કરતાં અમિતસિંગ પાસેથી અલગ અલગ બેંકોના એટીએમ કાર્ડ માંગ્યા હતા અને તેની સામે તમામ કાર્ડધારકોને નાણાં પેટે દર મહિને 5 હજાર રૂપિયા ચુકવ્યા હતા. આ બંને આરોપીઓની તપાસમાં એ પણ બહાર આવ્યુ છે કે, આ આરોપીએ ઉત્તરપ્રદેશ ખાતેના કાનપુરનગરમાં રહેતા અમીતસિંગ પાસેથી N.C.R.કંપનીના એટીએમના શટર ખોલવાની માસ્ટર કી મેળવી હતી. જેની પણ એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.