યુવરાજસિંહે ફરીવાર સાબિત કર્યું કે તેને કેમ કહેવામાં આવે છે 'સિક્સર કિંગ', જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Feb 2017 05:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લીઃ ભારતીય ક્રિકેટર યુવરાજસિંહ સિક્સર ફટકારવા માટે ઓળખાય છે. હાલમાં ચાલી રહેલી સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીમાં સેન્ટ્રલ ઝોન વિરુદ્ધની એક મેચમાં સતત ત્રણ સિક્સ ફટકારી પોતાના ફોર્મનો પરિચય કરાવ્યો હતો. યુવરાજસિંહની આ સિક્સર બાદ આખા સ્ટેડિયમ તાળીઓથી ગૂંજી ઉઠ્યું હતુ.
સેન્ટ્રલ ઝોને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 167 રનનો પડકાર આપ્યો હતો. જેના જવાબમાં નોર્થ ઝોનની ટીમે 20 ઓવરમાં છ વિકેટના નુકસાન પર 163 રન જ બનાવી શકી હતી. આ મેચમાં નોર્થ ઝોન તરફથી યુવરાજસિંહે ચાર સિક્સની મદદથી 20 બોલમાં 33 રન ફટકાર્યા હતા. નોંધનીય છે કે યુવરાજસિંહના નામે ટ્વેન્ટી-20 મેચમાં એક જ ઓવરમાં છ સિક્સ ફટકારવાનો રેકોર્ડ નોંધાયેલો છે