ભોજપુરી અભિનેત્રી આમ્રપાલી દુબેને આજે કોણ નથી ઓળખતું. તેની લોકપ્રિયતા બોલિવૂડની કોઈપણ એક્ટ્રેસથી ઓછી નથી. પહેલા તે ટીવી સિરિયલોમાં કામ કરતી હતી. તે ડૉક્ટર બનવા માંગતી હતી. દાદીના કારણે જ તેણે એક્ટિગ શરૂ કરી હતી ભોજપુરી ફિલ્મોથી તેને ખૂબ લોકપ્રિયતા મળી હતી. આમ્રપાલીએ ફિલ્મ 'નિરહુઆ હિન્દુસ્તાની'થી કરિયરની શરૂઆત કરી હતી. આમાં તે પહેલીવાર દિનેશ લાલ યાદવ નિરહુઆ સાથે જોવા મળી હતી. બંન્નેની જોડી ઈન્ડસ્ટ્રીની સૌથી હિટ જોડી બની ગઇ છે. આમ્રપાલી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે All Photo Credit: Instagram