ટીવી સીરિયલ કુંડલી ભાગ્ય ફેમ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા પોતાની સુંદરતા અને અદાકારીના કારણે લાખો દિલો પર રાજ કરી રહી છે. આ શૉમાં તેને પ્રીતાની ભૂમિકા નિભાવી અને ઘરે ઘરે ઓળખ બનાવી છે.
સ્ક્રીન હોય કે ઓફ સ્ક્રીન શ્રદ્ધા આર્યા હંમેશા પોતાની સ્ટાઇલથી ફેન્સને ઇમ્પ્રેસ કરી દે છે. એ કહેવુ ખોટુ નથી કે શ્રદ્ધા આર્યા ટીવીની દુનિયાની સૌથી સુંદર એક્ટ્રેસમાની એક છે.
શ્રદ્ધા આર્યાની પાસે ઇન્ડિયન અને વેસ્ટર્ન બન્ને રીતના આઉટફિટમાં સારી લાગે છે. તેની પાસે ઢગલાબંધ કલેક્શન છે.
શ્રદ્ધા આર્યા સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, અને હંમેશા પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની સુંદર હૉટ તસવીરો અને વીડિયો ફેન્સની સાથે શેર કરતી રહે છે.
આ રાની કલરના લેંઘામાં શ્રદ્ધા આર્યાની સુંદરતાથી તમે પણ નજર નહીં હટાવી શકો. સૉફ્ટ મેકઅપ, સાઇડ પાર્ટેડ હેયર અને સ્ટેટમેન્ટ ઇયરરિંગ્સની સાથે શ્રદ્ધા આર્યાએ આ શાનદાર લૂકને વધુ સ્ટનિંગ બનાવ્યો હતો.
આ સુર્ખ લેંઘામાં શ્રદ્ધા આર્યા કોઇ દુલ્હનથી કમ નથી લાગી રહી. એક્ટ્રેસની સુંદરતા અને સાદગી લોકોના દિલને ચોરી રહી છે.