એક રિપોર્ટ અનુસાર ચીને ભૂટાનની કેટલીક જમીન પર કબજો કરી લીધો છે. અહી એક વર્ષની અંદર ચાર ગામ વસાવી લીધા છે.
ચીની સૈન્ય વિકાસ પર એક વૈશ્વિક તપાસકર્તા તરફથી ટ્વિટ કરવામાં આવેલી નવી સેટેલાઇટ તસવીરોમાં ભૂટાનના ક્ષેત્રમાં ચીની ગામનું નિર્માણ દેખાઇ રહ્યું છે.
આ ક્ષેત્ર ડોકલામ પાસે ભૂટાન અને ચીનની વચ્ચે વિવાદીત જમીન પર સ્થિત છે. જેમાં 2020 અને 2021 વચ્ચેના સમયગાળામાં નિર્માણમાં ઝડપ જોવા મળી હતી
અત્યાર સુધી ચીને લગભગ 100 કિ.મી ચોરસ વિસ્તારમાં કેટલાય નવા ગામો વસાવ્યા છે.